Friday, 12 May 2017

Girnar- Mountain of Peace

જેના કણ કણ માં સાધના ના સ્પંદનો નિરંતર ધપકી રહ્યા છે.જેની પવિત્રા અને મહતા આજે પણ દેવો ને આકર્ષી રહ્યા છે.

જેની ગિરિ ઘ્નાદ્રો માં પડઘાતું મૌન દિવ્ય સંદેશા રેલાવી રહ્યું છે.એ પવન પાવન તીર્થ એટલે ગિરનાર મહા તીર્થ।

અહીં અનંત તીર્થંકરો ના અનંત કલ્યાણક થી પાવન પરમાણુનો પવિત્ર ગુંજ છે.

અહીં દાન શીલ તપાધિ  ધર્મ ની કેવળની માટે નું ઉદ્યાન છે.



અહીં અનેક ચમત્કારી ગુરુબુટ્ટીઓ નો ભંડાર છે.

અંબિકામાતા ની ઉપાસના નો આધાર ઇન્દ્ર નિર્મિત દેવલોક માં પૂજિત અબજો વર્ષો પ્રાચીન નેમિનાથ દાદા ની પ્રતિમા એ ગિરનારજી નો શણગાર છે.

સજ્જનમંત્રી નું યોગદાન,ભાર શ્રાવક નું બલિદાન,પેથડશાહ મંત્રી ની સમર્પિતતા,ભીમ સાથરીયા ની ઉદારતા,રત્નસાર શ્રાવક ની પ્રભુ ભક્તિ અને હિમાંશુસુરિદાદા ની તીર્થભક્તિ.

આ ઉમદા ભાવો ને સ્પર્શવા એક વાર તો આવો ગિરનાર


અંતર થી સરી પડશે ઉદઘાર નેમિનાથ ગિરી શણઘાર

 જય  જય  ગરવો ગિરનાર